પ્રિય રક્તદાતા મિત્ર,
સર્વોદય બ્લડ સેન્ટર તેની સેવાના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષો પૂર્ણ કરી રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષોમાં આપના નિઃસ્વાર્થ રક્તદાન અને અમૂલ્ય સહયોગથી જ થેલેસેમિયાથી પીડિત બાળકો, કેન્સરના દર્દીઓ તથા હજારો જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. આપના આ અમૂલ્ય યોગદાન બદલ અમે હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ અવસર નિમિત્તે *૧૦૦% સ્વૈચ્છિક રક્તદાન તરફ જવાના સંકલ્પ સાથે “જીવનદાન મહોત્સવ– મહારક્તદાન શિબિર”*નું આયોજન કરવામાં આવ્યું છે.
📅 તારીખ: ૨ ઓગસ્ટ, ૨૦૨૬ (રવિવાર – ફ્રેન્ડશિપ ડે)
🕗 સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી
📍 સ્થળ: ભાસ્કર રાય પંડ્યા કોમ્યુનિટી હોલ, બોડકદેવ, અમદાવાદ
🎉 રક્તદાતાઓ માટે બ્રંચ (સહભોજન) તથા ટોકન ઓફ એપ્રિસિએશન, સર્ટીફીકેટ
આપણો સંકલ્પ:
ચાલો, આ ફ્રેન્ડશિપ ડે પર કોઈ અજાણ્યા વ્યક્તિના સાચા મિત્ર બનીએ. આપ સ્વયં રક્તદાન કરવા પધારો અને આપના મિત્રો તથા પરિવારજનોને પણ સાથે લાવી આ મહાસેવા યજ્ઞને સફળ બનાવવામાં સહભાગી બનો.
“રક્તદાન – મહાદાન, જીવનદાન.” ❤️
Explore inspiring moments from our blood donation camps, donor activities, awareness initiatives, and community outreach programs. Every image reflects the compassion, generosity, and collective efforts that help save countless lives.












